Sunday 9 August 2015

India Against Reservation

It's Our Great Reservation System
India Against Reservation


આઝાદીનાં 67 વર્ષ પછી પણ આજે જ્યારે કોઇ-કોઇ જ્ઞાતિઓ પોતાને પછાત ગણાવી ને અમને અનામત આપો, અમને આરક્ષણ આપો તેવી વાત કરીને રેલીઓ કાઢે છે, આંદોલનો કરે છે ત્યારે એવું લાગે છે કે આપણે હજુ સુધી સ્વતત્ર થયા નથી. અંગ્રેજો તો હજુ કંઇક શિક્ષિત હતાં. જાણે કોઇ બહુ જ ચુસ્ત જ્ઞાતિવાદી પ્રખર પરદેશી સત્તાની ગુલમીભોગવી રહ્યાં હોય તેવું લાગે છે.
જ્યારે સમગ્ર વિશ્વ જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ અનામતની વાત સાંભળીને પહેલવાન નાં પગમાં કાંટો વાગ્યો હોય તેવી વેદના થાય છે. અનામત કહેતાં આરક્ષણની પ્રથા આઝાદી પછી ડૉ.આંબેડકરે માત્ર પાંચ વર્ષ સુધી જ એટલા માટે શરૂ કરાવેલી કે ત્યારે કેટલીક કોમ ખૂબ પછાત અવસ્થામાં હતી. તેમને તાત્કાલિક તે ગરીબી માંથી બહાર લાવવા માટે અને ત્યારનાં સમયમાં શિક્ષિત વર્ગની સાથે તાલ મિલાવી શકે તે માટે જ આ ઠરાવ પસાર થયો હતો. પરંતુ પછાત લોકોને તો જાણે ભાવતુંતુ ને વૈદેબતાડ્યું જેવો ઘાટ થયો. એ પ્રથા ત્યાર પછી ન માત્ર પાંચ વર્ષ પરંતુ આજ પર્યંત સુધી બંધ નથી થઇ.
સમય અને ટેક્નેલૉજીધસમસતાંપૂરની જેમ વહી રહ્યાં છે. વિશ્વનાંકરોડો લોકો તો માની નથી શકતાં કે ભારત જેવાં વિકસિત દેશમાં હજી આવી પ્રથા ચાલું છે. અને તેમાં પણ લોકો માત્ર એક મામૂલી સરકારી નોકરી કે અમુક સરકારી લાભ મેળવવા માટે પોતાને પછાત અને ગમાર ગણાવીનેગરીબડીગાયની જેમ સરકાર પાસે હાથ લાંબો કરીને ભીખ માંગી રહ્યાં છે.
અરે, આ 21મી સદી છે. હવે ઉંચ-નીચ જેવું કંઇ જ રહ્યું નથી. પણ અનામત જરૂર રહ્યું છે. ભણતરનાં માત્ર 42ટકામાર્કસ વાળો પછાત પણ તવંગર બાપનો દીકરો ડોક્ટર થઇ જાય છે. ભલે, તેને કંઇ આવડતું નથી પણ માત્ર આ જડ અને મૂર્ખ એવી આ અનામત પ્રથાને લીધે 80ટકા માર્કસવાળો વિદ્યાર્થી જે ખરા અર્થમાં ડોક્ટર થવાને લાયક છે તે કમ્પાઉન્ડર થઇને પગનાંતળીયાઘસતો રહી જાય છે.કેમ? તો કહેશે કે હું અનામત. અરે, આપણે આખાં વિશ્વની સામે હાંસીપાત્ર બની રહ્યાં છીએ. આ બધી પ્રથા બંધ કરી જે ખરેખર ગરીબ છે, અપંગ છે, જે શિક્ષિત હોવા છતાં બેકાર છે તેને આરક્ષણ આપો. પ્રથા સારી કે ખરાબ નથી હોતી. લોકો તેને કેવી રીતે માને છે મનાવે છે તે જોવું જરૂરી છે. અત્યાર સુધી માત્ર પછાત વર્ગ માટે જ અનામત હતું. આજે પટેલો, જૈનો, અરે બ્રાહ્મણો પણ આરક્ષણ માંગી રહ્યાં છે. અરે, દરેક પોતાને પછાત ગણાવશે તો દેશ આખો નીચ થઇ જશે.
પ્રાચીનકાળમાં પણ જોઇએ તો દાન આપવાની પ્રથા હતી. પણ તે દાન જરૂરિયાતમંદલોકોને અપાતું. કર્ણ અને યુધિષ્ઠીર જેવા દાનવીર લોકોની કથાઓ માંથી આજની સરકારે શીખ લેવાં જેવી છે. તેઓ જ્યારે દાન કરતાં ત્યારે માત્ર જરૂરિયાત મંદ લોકો જ હાથ ફેલાવતા. આજે તો યુગ બદલાઈ ગયો તેની સાથે માણસની વૃત્તિ પણ બદલાઈ ગઇ. જરૂર હોય કે ન હોય બસ અમને આપો. અમારા ઘર પૈસાથી ભરી દો. બીજાનું જે થવું હોય તે થાય.
હજુ તો દેશને વિશ્વની મહાસત્તા થવું છે. અરે, તેનાં માટે આવી ક્ષુલ્લક બાબતો ને છોડીને, જાતિવાદનાંવમળમાંથી બહાર નીકળીનેટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને માત્ર જરૂરિયાતવાળા લોકોને જ આરક્ષણ આપવું જોઇએ. એવું કેમ ક્યારેય ન થયું કે આરક્ષિત લોકો 10000 થી વધું ખર્ચ ન કરી શકે....? એવું કેમ નથી કે આરક્ષિત લોકો ટેક્નોલોજીનો ઉપયોગ ન કરી શકે...? કારણ કે તેઓ પછાત છે.. ના, એવું તો નથી થતું તેઓ પણ બિનઆરક્ષિત દરેક લોકોની જેમ સમાનહક્કોભોગવે છે તદુપરાંત અનામતનું અમૃત પણ પીવે છે.
પ્રથાનેબદલવાની જરૂર નથી પણ માત્ર જે માળખું છે તેમાં જ ધરખમ ફેરફારો કરી ખરેખર જે ગરીબ છે, વિકલાંગ છે, પછી ચાહે ભલે તે સવર્ણ હોય પછાત હોય કોઇ ફરક નથી પડતો તેમને આ અનામતનું અમૃત મળવું જોઇએ બાકી આ દેશ પછાત અને ગમાર લોકોનો બની જતાં વાર નહિ લાગે.

No comments:

Post a Comment